૧૭ હજાર ફીટ ઊંચી ભારત સરહદે ચીને લોંગરેન્જરોકેટ લૉન્ચર ગોઠવ્યા ચીન મુદ્દે મોદી દેશ સમક્ષ ખોટું બોલે છે : સુબ્રમણ્યમ સ્વામી
30-Apr-2021
નવી દિલ્હી : ચીને ભારત સાથેની સરહદે ૧૭ હજાર ફીટ ઊંચાઈએ લોન્ગ રેન્જ રોકેટ લૉન્ચ ગોઠવ્યા છે. ચીની સરકારના અખબાર પીએલએ ડેઈલીએ આ સમાચાર પહેલા પાને રજૂ કર્યા હતા. ચીન સરકારે આ સમાચાર દ્વારા ભારતને આડકતરો સંદેશો આપ્યો હતો કે સરહદે તમે ધારો છો એવી શાંતિ સ્થપાઈ નથી. ભારત-ચીન બન્ને પેગોગ કાંઠેથી સૈન્ય પાછુ ખેંચી ચૂક્યા છે. પણ અન્ય સ્થળેથી ખસવા ચીન તૈયાર નથી. એટલે ઉત્સાહભેર શરૂ થયેલી ડિસએન્ગેજમેન્ટ
(સૈન્ય પાછુ ખેંચવાની પ્રક્રિયા) અત્યારે તો અટકી પડી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ ટાંકીને ટ્વિટ કરી હતી કે ચીન સાથેની સમજૂતી મુદ્દે મોદી દેશ સાથે ખોટું બોલી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ રજૂ કર્યો હતો કે ચીની સૈન્ય હજુ વિવાદિત સ્થળોએ અડગ છે અને પાછું હટવા માંગતુ નથી. આ સ્થળોમાં ગોગરા, હોટ સ્પ્રિંગ, દેપસાંગ વગેરે પોસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે મોદી સરકાર કહે છે કે ચીને મે ૨૦૨૦માં જ્યાં જ્યાં ઘૂસણખોરી કરી હતી ત્યાંથી એ પરત કર્યું છે અથવા ફરવા તૈયાર છે.
05-Mar-2025