સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં એક માથાભારે ઇસમની હત્યા કરાઈ છે. મોડી રાતે દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ વાઘરીની હત્યા કરાઈ છે. 7 થી 8 જેટલા ઈસમોએ તલવાર ચપ્પુ જેવા ઘા ઝીકી તેની હત્યા કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુંદ્રા પોપડા પાસે પાર્કિંગમાં દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ વાઘરી બેઠો હતો. તે સમયે 7 થી 8 જેટલા ઈસમો ત્યાં ઘસી આવ્યા હતા અને તેના પર તૂટી પડ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા ઝીકતા તેનું મોત નીપજ્યું હતું. મોડી રાતે બનેલી આ ઘટનાથી ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તેને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
બનાવ અંગે એસીપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે રાત્રીના સમયે દિલીપ ચાવડા ઉર્ફે દિલીપ વાઘરીની રઘુ હકા ભરવાડ અને તેની સાથે આવેલા 7 જેટલા ઈસમોએ તલવાર અને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. દિલીપ નામચીન ગુનેગાર હતો. હત્યા કરનારા તમામ લોકોની ઓળખ થઇ ગયી છે. ઘટના સ્થળે જઈને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી છે. આ બનાવમાં પોલીસે તમામ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મયુરભાઈએ જણાવ્યું હતું કે પાર્કિંગની બબાલ હતી. અને ત્યાં દીલીપભાઈ ત્યાં બેઠા હતા અને બબાલ અને ગાળો નહી બોલવા સમજાવ્યું હતું. અમે વચ્ચે પડ્યા હતા તો અમને પણ માર માર્યો હતો. મૂળ તળાજા ભાવનગરના રહેવાસી દિલીપ ઉર્ફે દીપકને ચાર ભાઈ, એકની એક બહેન અને માતા-પિતા સાથે રહે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024