800 કરોડમા છોકરાએ જન્મ લીધો, 30 નવેમ્બરે વિશ્વની વસતિ આટલા કરોડને આંબી જશે

16-Nov-2022

યુએન રિપોર્ટ ઓન પોપ્યુલેશનમાં કહેવામાં આવ્યું છે કે 30 નવેમ્બરે વિશ્વની વસતિ 801 કરોડ થઈ જશે.બાળકોનાં જન્મ અને બાળજન્મ દરમિયાન મૃત્યુ પામેલી સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

ઔદ્યોગિક ક્રાંતિ સાથે આરોગ્ય સેવાઓમાં ઝડપથી સુધારો થયો. આ સાથે વસતિમાં વધારો ઝડપી બન્યો. 

આ દુનિયામાં 800 કરોડમા છોકરાએ જન્મ લીધો છે. વસતિને રિયલ ટાઈમ ટ્રેક કરનાર વેબસાઈટ https://www.worldometers.info/ અનુસાર, ગત મંગળવાર બપોરે લગભગ 1 વાગ્યાને 30 મિનિટે છોકરાએ જન્મ લીધો છે.

ઈસુના જન્મના સમયથી વિશ્વની વસતિ પર ડેટા ઉપલબ્ધ છે, એટલે કે આપણે બે હજારથી વધુ વર્ષોના સમયમાં વસતિમાં વધારો જોઈ શકીએ છીએ.

વસતિ 100 કરોડ પહોંચતાં 1800 વર્ષ લાગ્યા

આંકડા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઈસુના જન્મ સમયે દુનિયાની વસતિ લગભગ 20 કરોડ હતી. 100 કરોડ સુધી પહોંચવામાં લગભગ 1800 વર્ષ લાગ્યા. એ પછી વિશ્વને 100 કરોડથી 200 કરોડ સુધી પહોંચવામાં માત્ર 130 વર્ષ લાગ્યાં.

સ્વાસ્થ્ય સેવાઓ સુધરતાં 14 વર્ષમાં 100 કરોડ વસતિ વધી

આગામી 30 વર્ષમાં વૈશ્વિક વસતિ 200 કરોડથી વધીને સીધી 300 કરોડ થઈ, જ્યારે માત્ર 14 વર્ષમાં વસતિ 300 કરોડથી વધીને 400 કરોડ થઈ ગઈ.

આગામી 18 વર્ષમાં પૃથ્વી પર 850 કરોડ લોકો વધશે

જો આપણે લેટેસ્ટ ટ્રેન્ડ પર નજર કરીએ તો માત્ર 12 વર્ષમાં પૃથ્વી પર હાજર મનુષ્યોની સંખ્યા 700 કરોડથી વધીને 800 કરોડ થઈ ગઈ છે. યુએનના અંદાજ મુજબ, 2030 સુધીમાં વિશ્વની વસતિ વધીને 850 કરોડ થઈ શકે છે. જોકે યુએનએ એમ પણ કહ્યું છે કે 1950 પછી પ્રથમ વખત, 2020માં વસતિ વૃદ્ધિદરમાં એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

Author : Gujaratenews