બ્રા-પેન્ટી સહિતની અંડર ગારમેન્ટ આઈટમ બનાવતી જોકી બ્રાન્ડથી પ્રચલિત કંપની પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે આસમાને પહોંચી ચૂક્યો છે. એટલે કે વસ્તુના બદલે શેર લીધો હોત તો આજે કરોડપતિ હોત.
માત્ર 250ના શેરનો ભાવ સીધો જ 50,000 થઈ ગયો
આજથી 15 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007ની સાલમાં આ શેરનો ભાવ માત્ર 250 રૂપિયા હતો. જેની કિંમત આજે 50000ને પણ આંબી ગઈ છે. જોકે, હાલમાં તેનો ભાવ 45000 ની આસપાસ છે. આગામી દિવસોમાં આ શેરનો ભાવ ફરી 50,000ને પાર થવાની શક્યતા છે.
15 વર્ષમાં શેરનો ભાવ વધી જતા 200 ગણું રિટર્ન રોકાણકારોને મળવા પામ્યું છે એટલે કે આજે જે વ્યક્તિ પાસે 250ના ભાવના 1000 શેર હશે. તેની કિંમત આજે ચાર કરોડ પચાસ લાખ રૂપિયા (4.5 કરોડ) આસપાસ થઈ હશે.
છેલ્લા 15 વર્ષની આ શેરની વાત કરીએ તો આ શેરનો ભાવ સતત વધતો જ રહ્યો છે. ક્યારેક નીચે આવ્યો છે પણ ફરીથી પાછો ઉપર જતો રહ્યો છે.
આજે Jockey International, Inc. 140 થી વધુ દેશોમાં સક્રિય છે, અંડરવેર, મોજાં, થર્મલ્સ, સ્લીપવેર, એક્ટિવવેર, સ્પોર્ટસવેર, લાઉન્જ વેર, પુરુષો, મહિલાઓ અને બાળકોની શ્રેણીનું માર્કેટિંગ કરે છે. જેનુ મિશન એ અનુભવ અને ઉત્તેજના પહોંચાડવા માટે સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખવાનું છે જેની જીવન ઉત્સાહીઓ વિશ્વની સૌથી પ્રિય અને સૌથી વધુ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સમાંથી એક પાસેથી અપેક્ષા રાખે છે.
વિશ્વની અગ્રણી સ્વિમવેર બ્રાન્ડ, સ્પીડો છે. આ બ્રાન્ડ સાથે પાણીમાં અને તેની આસપાસના જીવન પ્રત્યે ઉત્સાહી છીએ. અમારી બ્રાન્ડની નવીનતાનો વારસો સ્પર્ધાત્મક સ્વિમિંગમાં તેના નેતૃત્વમાંથી પ્રાપ્ત થયો છે, જ્યાં અન્ય કોઈપણ બ્રાન્ડ કરતાં સ્પીડોમાં વધુ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે.
નોંધ : પેજ ઇન્ડસ્ટ્રીઝ એ મૂલ્ય આધારિત, સંપૂર્ણ સંકલિત ઉત્પાદન, માર્કેટિંગ, વિતરણ અને છૂટક કંપની છે જે વિશ્વસ્તરીય બ્રાન્ડ બનાવવા માટે સમર્પિત છે.શેર બજારમાં રોકાણ કરવું રોકાણકારના રિસ્ક હેઠળ આવે છે. કોઈપણ કંપનીનો શેર ખરીદવામાં GNEWSની કોઈ જવાબદારી નથી. આ માહિતી માત્ર તમને જાણકારી આપવા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025