ગીર : ગીરના સિંહો (gir lions) નું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશન (diwali vacation) માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે.
જૂનાગઢના ગીર અભ્યારણ (gir forest) માં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી. ગીરના સાવજનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ. જેમાં પ્રથમ દિવસે જ 150થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહ્યુ હતું. પરંતુ આજથી ફરી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા સહેલાણીઓ (tourists) એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટે તેવો અંદાજ છે. હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભ્યારણમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે. સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024