હોલસેલ ગ્રાહક રિટેલ તરફ વળ્યા એટલે પેટ્રોલપંપો ખાલીખમ થયા; પંપો પર રિટેલ વેચાણ 138% વધ્યું

16-Jun-2022

સરકારે નાગરિકો માટે પેટ્રોલ- ડીઝલના ભાવ પર નિયંત્રણ લગાવતા સ્થિતિ એવી સર્જાઇ છે કે રિટેલ કરતાં જથ્થાબંધ ડીઝલના ભાવ પ્રતિ લિટરે 21 રૂપિયા વધારે છે. જેથી બલ્ક વપરાશકારો પણ રિટેલમાં ડીઝલની ખરીદી કરવા લાગ્યા છે.રાજ્યમાં પેટ્રોલપંપો પર પેટ્રોલ અને ડીઝલની અછતની સ્થિતિ સર્જાઇ છે. કંપનીઓ તરફથી સપ્લાય ઘટાડી દેવામાં આવ્યો છે તો બીજી તરફ બલ્ક વપરાશકારો રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદી રહ્યા હોવાથી પંપો પર જથ્થો ખૂટવા લાગ્યો છે. સૂત્રો મુજબ જથ્થાબંધ વપરાશકારો જે અગાઉ ઓઇલ કંપનીઓ પાસેથી પોતાની જરૂરિયાતનો જથ્થો બલ્કમાં મેળવતા હતા તેઓ પોતાનાં વાહનોમાં હવે રિટેલ પંપો પરથી ડીઝલ પૂરાવવા લાગ્યા છે જેના કારણે રિટેલ વેચાણમાં 30થી 40 ટકાનો વધારો થયો છે.

Author : Gujaratenews