સુરતના યોગીચોક ખાતે સમસ્ત માલવિયા પરિવાર દ્વારા તૃતીય સ્નેહમિલન સમારોહ યોજાયો

16-May-2022

તારીખ 15 મેં ના રોજ સુરતના યોગીચોક ખાતે સમસ્ત માલવિયા પરિવાર દ્વારા તૃતીય સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમા ખાસ પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતમાં લડાયક ચેહરા તરીકે ઉભરી આવી પાટીદાર સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા નવયુવાન ધાર્મિક માલવિયા જેઓ ખૂબ નાની વયે ખોડલધામ સમિતિ સુરતનું પણ સુકાન સંભાળી રહ્યા છે તેમની માલવિયા પરિવાર દ્વારા સુરતની વિવિધ સામાજીક કાર્ય કરતી સંસ્થાઓ ના સહયોગથી રક્તતુલા કરવામાં આવી તથા પરિવારમા મોભી અને સુરતના સામાજીક કાર્યોમાં હરહંમેશ દરેક જરૂરીયાતમંદ લોકોને સહયોગ આપતા દાતા દાસભાઈ લીલીયાવાળાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું, તથા પરિવારના ભૂલકાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં..માલવિયા પરિવાર દ્વારા ધાર્મિક માલવિયાની રક્તતુલામાં દરેક માલવિયા પરિવારના યુવાનો વડીલોએ સુરતની સામાજિક સંસ્થાઓના યોગદાન રક્તદાન મહાદાન કરી સ્નેહમિલનમાં દાખલો બેસાડી તમામ શહેરીજનોને માલવિયા પરિવારે રક્તદાન મહાદાન જાગૃતિનો સંદેશ આપ્યો.

Author : Gujaratenews