હાર્દિક બળવાખોર, નેતા પક્ષ છોડી જાય છે , નરેશ પટેલ પર સસ્પેન્સ... ગુજરાતમાં કોંગ્રેસ મુશ્કેલીમાં
16-Apr-2022
ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી દૂર છે તો બીજી તરફ ચૂંટણી પહેલા જ પાર્ટીમાં સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ બળવાખોર વલણ અપનાવી રહ્યા છે. બીજી તરફ ત્રણ પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જોડાયા છે. એટલું જ નહીં, પાટીદાર સમાજના દિગ્ગજ નેતા નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાના મુદ્દે સસ્પેન્સ યથાવત છે.
હાર્દિકને આપનું આમંત્રણ: ભાજપ-કોંગ્રેસના સારા નેતા આપમાં જોડાશે એવો દાવો
સુરત: આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને આપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, હાર્દિક પટેલ જેવા સંઘર્ષશીલ યુવાનોનું આમ આદમી પાર્ટીમા સ્વાગત છે. હાર્દિક પટેલ આપમાં જોડાય તેવી અમારી લાગણી છે. ટૂંક સમયમાં ભાજપ અને કોંગ્રેસમાંથી સારા આગેવાનો આપમાં આવશે તેવો ગોપાલ ઈટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હું એવી આશા રાખીશ કે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી અને સંઘર્ષશીલ યુવાન અને સંઘર્ષની પાર્ટી આમ આદમી પાર્ટીને પસંદ કરે. કેમ કે હાર્દિક પટેલ જે રીતે જનતાનો અવાજ બન્યા છે, લડાઈ લડી છે અને ડર્યા કે હતાશ થયા વગર સતત સંઘર્ષ કરીને ગુજરાતની જનતાને કઈંક અપાવવા માટે સફળતા મેળવી છે. એવી જ પાર્ટી કે જેનો ઈતિહાસ આંદોલનથી છે. અરવિંદ કેજરીવાલે પણ લોકો માટે ખૂબ લડાઈ લડીને સંઘર્ષ કરીને લોકોના તેમના અધિકાર અપાવ્યા. કઈંક વૈચારિક સામ્યતાના આધાર પર હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અમારી લાગણી છે પણ છે અને મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલને પાર્ટીમાં જોડાવવા નિમંત્રણ પણ છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરીથી આંતરિક કમઠાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. પાટીદાર આંદોલનના નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી સામે જાહેરમાં હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, પ્રદેશની પાર્ટીની કોઈ બેઠકમાં તેમને બોલાવવામાં આવતા નથી કે કોઈ નિર્ણય કરતા પહેલા તેમનો અભિપ્રાય કે સલાહ-સૂચન લેવાતા નથી.એટલું જ નહીં, ખોડલધામના અગ્રણી નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે હાઈકમાન્ડના વલણની પણ આલોચના કરતા તેમણે કહ્યું કે, મારી હાલત વરરાજાને નસબંધી માટે મજબૂર કરવા જેવી છે. હાર્દિકના આ નિવેદનથી કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી આંતરિક ખેંચતાણ- ટાંટિયાખેંચ વધુ એક વાર સપાટી પર આવી ગઈ છે.
રાજ્યમાં આજદિન સુધી હિન્દુ મુસ્લિમ અને સમાજની રાજનીતિ થઈ પણ અમે શિક્ષણની રાજનીતિની ચર્ચા કરી છે. હાલમાં ભાવનગરની સ્કૂલોમાં પણ રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવે છે, જેમાં કોઈપણ ગામ, તાલુકા શહેરની શાળાઓ જે તૂટેલી ખંડેર હોય એના ફોટો અમને મોકલે. મીડિયા અને સોશિયલ મીડિયા મારફત અમે આ સ્કૂલોની માહિતી વડાપ્રધાન સુધી પહોંચાડીશું. મનીષ સિસોદિયાની મુલાકાત બાદ ભાવનગરની તમામ ખંડેર સ્કૂલોનું રિનોવેશન શરૂ કરી દેવાયું છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાત આવવાના છે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી વડાપ્રધાનને ૨-૪ સારી સ્કૂલો બતાવી આંખમાં ધૂળ ન નાખે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024