યુક્રેનના મિસાઈલ હુમલામાં બલિદાન આપનાર વેલંજાના હેમિલનો પાર્થિવ દેહ સુરત પહોંચ્યો, ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી
16-Mar-2024
યુક્રેનના મિસાઇલ હુમલામાં જીવ ગુમાવ્યાના 25 દિવસે હેમિલનો પાર્થિવ દેહ 16 માર્ચે સુરત એરપોર્ટ પર બપોરે અઢી વાગ્યે પહોંચ્યો છે. જેની રવિવારે સવારે ભારે હૈયે અંતિમ યાત્રા નીકળી હતી.
અન્ય એક ભારતીય યુવકનો મૃતદેહ દિલ્હી એરપોર્ટ પહોંચ્યો
યુક્રેનના મિસાઇલ હુમલામાં સુરતના વેલંજા નજીકના ઉમરા ગામના મૃત્યુ પામેલા 23 વર્ષીય હેમિલ માંગુકીયાનો પાર્થિવ દેહ 25 દિવસ બાદ 16મી માર્ચે શનિવારે બપોરે સુરત પહોંચયો છે. ત્યારબાદ ત્યાંથી સ્મીમેર લઈ જવામાં આવ્યો છે. મૃતદેહની મેડિકલ પ્રોસિજર કર્યા બાદ રવિવારે અંતિમયાત્રા નીકળશે તેવુ હેમિલના પિતા અશ્વિનભાઇ માંગુકીયાએ જણાવ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા વેલંજાના હેમિલ માંગુકીયાના મૃત્યુ પ્રકરણમાં તંત્રએ ડેડબોડીની તારીખ અંગે સ્પષ્ટતા ન કરતા હેમિલનો પરિવાર ગત સોમવારે રશિયા જવા નીકળ્યો હતો. હાલ તેમના પિતા અને કાકા મુંબઈ ખાતે હોવાની વાત જાણવા મળી છે અને રાત્રે તેઓ પણ સુરત પહોંચશે તેવું જણાવ્યું છે. પિતાએ વધુમાં કહ્યું કે, દીકરા હેમિલનો પાર્થિવદેહ શનિવારે બપોરે 2.30 કલાકના અરસામાં સુરત એરપોર્ટ બાદ રવિવારે સવારે વેલંજામાં ઉમરા ગામે ઘરે પહોંચી જશે તેવું અમને ઓથોરિટી દ્વારા જણાવાયું છે. સાથે અન્ય મૃતકની ડેડબોડી પણ હૈદરાબાદ પહોંચશે.
રશિયન આર્મીમાં જોડાયો હતો : મૂળ ભાવનગરના ગારિયાધારના પાલડી ગામના વતની, હાલ ઓલપાડના ઉમરા ગામે શિવ બંગ્લોઝમાં રહેતો હેમિલ અશ્વિનભાઇ માંગુકીયા (ઉ.વ.23) ડિસેમ્બર-23માં મુંબઈના એજન્ટ મારફત રશિયન આર્મીમાં સહાયક તરીકે જોડાયો હતો. ગત 21મી ફેબ્રુઆરીએ યુક્રેનમાં થયેલા મિસાઇલ હુમલામાં મૃત્યુ પામ્યો હતો.
એજન્ટો ખોટું બોલીને રશિયા લઈ ગયા હતા
રશિયામાં ફસાયેલા લોકો અનુસાર ઍજન્ટોએ આ યુવાનોને કહ્યું હતું કે તેમને રશિયામાં હૅલ્પર અને સુરક્ષા સાથે જોડાયેલી નોકરીઓ આપવામાં આવશે, સેનામાં ભરતી નહીં કરવામાં આવે.આ નેટવર્કમાં બે ઍજન્ટો રશિયામાં હતા અને બે ઍજન્ટો ભારતમાં હતા.ફૈઝલ ખાન નામના એક અન્ય ઍજન્ટ દુબઈમાં હતા અને જે આ ચાર ઍજન્ટોના સંયોજક તરીકે કામ કરી રહ્યા હતા.ફૈઝલ ખાન ‘બાબા વ્લોગ્સ’ના નામે એક યુટ્યૂબ ચેનલ ચલાવે છે. તેમના યુટ્યૂબ ચેનલ પર તેઓ જે વીડિયો પોસ્ટ કરે છે તેમાં તેઓ દાવો કરે છે કે રશિયામાં હૅલ્પર તરીકે કામ કરીને સારી કમાણી કરી શકાય છે.આ રીતે યુવાનોને આ નોકરીઓ તરફ આકર્ષિત કરવામાં આવે છે. નોકરીની તલાશ કરી રહેલા યુવાનો માટે વીડિયોમાં ફોન નંબર આપવામાં આવ્યા છે જ્યાં તેઓ તેમનો સંપર્ક કરી શકે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024