મુંબઇ: પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરી (Bappi Lahiri) નું 69 વર્ષની વયે નિધન (Bappi Lahiri passed away) થયું છે.બપ્પી લહેરી એક મહિનાથી હતા દાખલ.મંગળવારે તેમની તબિયત અચાનક બગડી હતી. આ પછી પરિવારજનોએ ઘરે જ ડોક્ટરને બોલાવવા માટે ફોન કર્યો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓબ્સ્ટ્રિકલ સ્લીપ એપનિયાના કારણે તેમનું અવસાન થયું. સમાચાર એજન્સી પીટીઆઈના (PTI) જણાવ્યા અનુસાર, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીટીઆઈએ ડોક્ટરને ટાંકીને તેમના મૃત્યુની જાણ કરી છે.
ગયા વર્ષે થયા હતા કોરોના સંક્રમિત
ગત વર્ષે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમને મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેઓ ડોક્ટર્સનાં ઓબઝર્વેશન હેઠળ હતા. ત્યારે બપ્પી દાનાં સ્પોક પર્સનનાં જણાવ્યાં મુજબ, 'ખુબ જ બધું ધ્યાન રાખવા છતા, દુર્ભાગ્યવશ બપ્પી લહેરી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. તેઓ હાલમાં મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારી દેખરેખ હેઠળ છે. બપ્પી દાએ કહ્યું છે કે તેમનાં સંપર્કમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલાં તમામ લોકો પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે.'
બપ્પી લહેરી એક મહિનાથી હતા દાખલ
બપ્પી લહેરીનું મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં નિધન થયું છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું કે, 'બપ્પી લહેરી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. આ પછી સોમવારે તેમને રજા આપવામાં આવી હતી.
સ્ટાઇલ આઇકન બપ્પી લહેરી પાસે કેટલું સોનું હતું? શા માટે વધારે સોનું પહેરતા હતા?
મુંબઈ: ખૂબ જ જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીનું આજે (16 ફેબ્રુઆરી) વહેલી સવારે મુંબઈની એક હૉસ્પિટલ ખાતે નિધન થયું છે. છેલ્લા થોડા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. શરૂઆતના અહેવાલમાં તેમના નિધનનું કારણ સામે આવ્યું નથી. બપ્પી લહેરી સંગીતકારની સાથે સાથે સ્ટાઇલ આઇકન પણ હતા. તેઓ જાહેર કાર્યક્રમ કે રેકોર્ડિંગ દરમિયાન શરીર પર ખૂબ સોનું પહેરતા હતા. સંગીતના ઉદ્યોગમાં તેઓ ડિસ્કો કિંગ તરીકે જાણીતા હતા. તેમના નિધનના સમાચારથી તેમના લાખોની સંખ્યામાં ચાહકો દુઃખી થયા છે. બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ લહેરી (Alokesh Lahiri) છે.ચૂંટણી એફિડેવિટ મુજબ બપ્પી દા પાસે 754 ગ્રામ સોનું અને 4.62 કિલો ચાંદી છે. જોકે, આ વાત આઠ વર્ષ પહેલાની છે. ચોક્કસ એવું કહી શકાય કે તેમની પાસે આ આઠ વર્ષમાં સોનામાં વધારો થયો હશે.બપ્પી લહેરી (Bappi Lahiri)ને સંગીત ઉદ્યોગ (Music Industries)માં ડિસ્કો કિંગ કહેવામાં આવતા હતા. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું (Gold) પહેરવાની તેમની શૈલી (Style) માટે જાણીતા હતા. જોકે, અહીં એ જાણવું જરૂરી છે કે તેમને સોનાનો આટલો બધો શોખ શા માટે હતો?આ વાત ખુદ બપ્પી લહેરીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ કેટલાક પ્રખ્યાત વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છે. તેમને જોયા પછી, તેમણે પોતાની આગવી શૈલી બનાવવા માટે સોનું પહેરવાનં શરૂ કર્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024