સરદાર પટેલની પુણ્યતિથિ પર PM MODI, ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી
15-Dec-2021
આજે 15 ડિસેમ્બર સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની પુણ્યતિથિ (death anniversary)છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીતના મહાનુભાવોએ તેમને સ્મરણાંજલિ અર્પણ કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું –
સરદાર પટેલને તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. ભારત તેમની સ્મારક સેવા, તેમની વહીવટી કુશળતા અને આપણા રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા તેમનો આભારી રહેશે.
Author : Gujaratenews
05-Mar-2025