આગામી બે દિવસ આકરી ઠંડીની હવામાન વિભાગની આગાહી, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું

15-Dec-2021

Gujarat રાજ્યમાં આગામી બે દિવસ આકરી ઠંડીની (Extreme cold)હવામાન વિભાગે (Meteorological Department)આગાહી વ્યક્ત કરી છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની (Coldwave)આગાહી છે. (Kutch)કચ્છમાં ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કોલ્ડવેવની (Coldwave) સંભાવનાને પગલે તંત્રને સતર્ક રહેવા આદેશ અપાયા છે. કચ્છના તમામ મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.

નોંધનીય છેકે રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજયમાં સૌથી વધારે ઠંડી નલિયા શહેરમાં નોંધાઇ છે. (Naliya city) નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 3.3 ડિગ્રી ગગડતા ઠંડી વધી છે. અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 11 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આ સાથે નલિયામાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે.ગુજરાતમાં આખરે શિયાળાએ પોતાનો અસલ મિજાજ બતાવવા માંડ્યો છે અને ઠંડીનો જોરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. આ ઠંડી હજુ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવનારા 2 દિવસ દરમિયાન કાતિલ ઠંડી પડશે.

 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

Author : Gujaratenews