-શાનદાર દેખાવ અને ઉત્તમ ફીચર્સ સાથેનું સ્કૂટર
-આ ઈ-સ્કૂટર સાત રંગોમાં ઉપલબ્ધ છે
-રાજ્ય સરકારો સબસિડી આપી રહી છે
દેશમાં હવે ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ઈંધણની વધતી કિંમતો વચ્ચે હવે ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ઘણી મોટી કંપનીઓ હવે ઈલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહી છે અને એકથી વધુ પ્રોડક્ટ લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. ઈલેક્ટ્રિક કાર બાદ હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે.
Pure EV એ તાજેતરમાં ઈ-સ્કૂટર ePluto 7G લોન્ચ કર્યું છે.
આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ખૂબ જ આર્થિક છે. માત્ર દોઢ લીટર પેટ્રોલની કિંમત કરતા પણ ઓછા ખર્ચમાં તમે તેને આખો મહિનો ચલાવી શકો છો તે જાણીને તમે વિશ્વાસ નહીં કરો.
આખા મહિનાનો કેટલો ખર્ચ થશે
Pure EV E Pluto 7G સિંગલ ચાર્જ પર 120 કિમીની રેન્જ આપે છે. એટલે કે તેની રનિંગ કોસ્ટ માત્ર 28 પૈસા પ્રતિ કિલોમીટર છે. જો તમે દરરોજ 20 કિમી પણ મુસાફરી કરો છો, તો તમારો એક દિવસનો ખર્ચ માત્ર 5.60 રૂપિયા થશે. આ રીતે આ ઈ-સ્કૂટરને આખા મહિના માટે ચાર્જ કરવાનો ખર્ચ માત્ર 156 રૂપિયા થશે.
રાજ્ય સરકારો સબસિડી આપી રહી છે
દિલ્હીમાં આ ઈ-સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 83,701 રૂપિયા છે. આ સિવાય જો બેંકોની ઑફર્સની વાત કરીએ તો તમે આ ઈ-સ્કૂટરને લગભગ ત્રણ હજાર રૂપિયાની માસિક EMI પર ખરીદી શકો છો. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સિવાય દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત રાજ્ય સરકારો તેમના તરફથી સબસિડી આપી રહી છે.
આ શાનદાર ફીચર્સ છે આ સ્કુટરમાં
કંપની એક ચાર્જ પર 90 થી 120 કિમીની રેન્જ આપવાનો દાવો કરી રહી છે.આ સાથે તેની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે.તેમજ તેનું વજન 76 કિલો છે.બીજી તરફ તે ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. તેમજ લાલ, પીળો, વાદળી અને સફેદ સહિત સાત રંગોમાં ઉપલબ્ધ છે.
20-Aug-2024