માણસથી પણ વધારે બુદ્ધિશાળી ટેકનોલોજી એટલે AI, જાણો શું છે નવી ટેકનોલોજી? ક્યાં ક્યાં ઉપયોગી થશે

15-Mar-2024

પૃથ્વી પર સૌથી બુદ્ધિમાન વ્યક્તિ મનુષ્ય છે. તેમજ માણસ કોઈપણ કામ વિચાર-વિમર્શ કરીને કરતો હોય છે.જો આ જ રીતે કોઈ મશીન કામ કરે તો તેને Al કહેવામાં આવે છે.હાલ પૂરા વિશ્વમાં AI ધૂમ મચાવી રહ્યું છે.AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પણ હાલના જમાનામાં લોકો માટે ગૂગલ જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઘણા ખરા ટૂલ્સ પણ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ રહ્યા છે. વર્તમાન સમયમાં બાળકો પણ એઆઈ ટૂલનો ઉપયોગ પોતાનું હોમવર્ક કરવા માટે કરે છે.તેમજ ભારતની પહેલી એઆઈ ટીચર પણ ચર્ચાનો વિષય બની છે. કેરળની એક સ્કૂલમાં હવે બાળકોને કોઈ મનુષ્યની જેમ સાડી પહેરેલી એઆઈ રોબોટ ટીચર ભણાવી રહી છે. આ સિવાય કૃષિથી લઈને દેશની સુરક્ષા સુધી દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે પોતાનું સ્થાન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં જાણીએ કે આખું વિશ્વ જયારે એઆઈ પર નિર્ભર થઈ રહ્યું છે ત્યારે અન્ય સુપરપાવર કહી શકાય તેવા દેશોની તુલનામાં ભારતની સ્થિતિ શું છે?એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સરળ શબ્દોમાં કહીએ તો, તે માનવની જેમ વિચારી શકે તેવી કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા છે. કોડિંગ દ્વારા, માણસોની જેમ મશીનોમાં બુદ્ધિ વિકસાવવામાં આવે છે જેથી તેઓ મનુષ્યની જેમ શીખી શકે,જાતે નિર્ણય લઈ શકે, કાર્યો જાતે કરી શકે અને એક સાથે અનેક કાર્યો પૂરા પણ કરી શકે છે. તમામ ક્ષેત્રોમાં એઆઈની દખલગીરી ઝડપથી વધી રહી છે. જેથી માત્ર સોફ્ટવેર અને એપ્સનું કોડિંગ જ નહીં પરંતુ લેખન, ફોટોગ્રાફી, ફોટો અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગ, એડિટિંગ, મેડિકલ, એજ્યુકેશન જેવા કામો મોટા પાયે સરળતાથી અને આંખના પલકારે શક્ય બન્યા છે. આ સાથે, રોડ-રેલ-એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં એઆઈનો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ, સ્માર્ટ કાર, સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, વેક્યૂમ ક્લીનર્સ, પર્સનલ આસિસ્ટન્ટ રોબોટ્સ વગેરેના રૂપમાં પણ ઝડપથી વધ્યો છે. હાલ દરેક ક્ષેત્રમાં એઆઈ ઉપયોગ વધતો જ જાય છે ત્યારે તેનું એક ઉદાહરણ કહી શક્ય તેવું ચેટ બોટ વિષે તો બધા જ માહિતગાર હશે જ. હાલ ચેટ બોટનો ઉપયોગ બેકથી લઈને ફૂડ ડીલીવરી એપ સુધી તમામ લોકો સરળ રીતે માહિતગાર કરવા માટે કરી રહ્યા છે. મોટા ભાગે આ સેવામાં લોકોને કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્નના ઉકેલ માટે તમને વિકલ્પો આપવામાં આવે છે અને તમે જયારે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો છો તો આગળ અન્ય પ્રશ્નનું નિરાકરણ મળતું જાય છે.

Author : Gujaratenews