રોટરેકટ કલબ ઓફ સુરત (ઇસ્ટ) દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 1764 બ્લડ યુનિટ એકઠું કરાયું
15-Mar-2022
SURAT: રોટરેકટ કલબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સતત છેલ્લાં સાત વર્ષથી રક્તદાન મહાદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે કલબ મેમ્બરો અને તેમના મિત્ર વર્તુળ થકી આપણે મોટી સંખ્યા માં બ્લડ એકત્ર કરાય છે જે અલગ અલગ પરિસ્થિતિ માં કોઈનો જીવ બચાવવા કે જરૂરિયાતમંદ વ્યક્તિ ને કપરી પરિસ્થિતિમાં ઉપયોગમાં આવે છે.
અત્યાર સુધીમાં કલબ ની ટીમ YUVA દ્વારા તનતોડ મહેનત અને પ્રયાસોનાં અંતે રક્તદાન કેમ્પ કરી 13 માર્ચ, 2022 ને રવિવાર ના રોજ સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ વરાછા ખાતે સવારે 8:30 થી લઇ સાંજના 4:00 વાગ્યા સુધી આ મહાદાન કેમ્પ નું આયોજન કરવામાં હતું જેમાં સવારથી જ રક્તનું દાન આપવા માટે લાંબી કતારો લાગી હતી, કાર્યક્રમનાં અંતે
લગભગ 1764 બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ બ્લડડોનેશન કેમ્પ ટાઈટલ સ્પોંસર મંગલદીપ હોસ્પિટલ હીરાબાગ તરફથી અને ગિફ્ટિંગ સ્પોંસર હેલેંગ ક્વાર્ટઝ તરફથી હતા જેમાં રક્તદાતાઓને અને મહેમાનોને સન્માનિત કરાયા હતા.
આ સમગ્ર પ્રોજેક્ટ નું આયોજન પ્રેસિડેન્ટ રો. જયદીપ ગજેરા અને સેક્રેટરી રો.વિરલ રાબડીયા ના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ રોટરેકટ વીક ચેર રો.કેયુર કૂકડિયા અને અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર રો.સોહમ હીરપરા અને પ્રોજેક્ટ ચેરમેન રો.રોહિત સોજીત્રા અને રો.શ્રદ્ધા રાબડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024