સુરત બન્યું ક્રાઇમ કેપિટલ: ૧૪ દિવસમાં ૯ હત્યાના બનાવ

15-Feb-2022

અડાજણ, રાંદેર, વરાછામાં હત્યારાઓને પોલીસનો ડર રહ્યો નથી.

૩ ફેબ્રુઆરી - પરવટગામ પાસે શંકર નગરમાં ૨ ટપોરી પાણીપુરી ખાવા ઊભેલી યુવતીની છેડતી કરી રહ્યા હતા આ જોઈને એક વૃદ્ધે ઠપકો આપતા ટપોરીઓએ વૃદ્ધને ચપ્પાના ૨૦ઘા મારી હત્યા કરી હતી.

૫ ફેબ્રુઆરી - અડાજણમાં ગૃહમંત્રીના કૌંટુબિંક કાકા મહેશભાઈ સંઘવીની લિફટમાં જવાની માથાકૂટમાં પાડોશીએ હત્યા કરી હતી.

૬ ફેબ્રુઆરી - લાલગેટના કાજીપુરા કામદાર આવાસ પાસે કામધંધો કરતો નહોતો અને દારૂ પીવાની ટેવના કારણે પત્નીએ ગળેટૂંપો આપી પતિની કરી હત્યા.

૬ ફેબ્રુઆરી - રાંદેર ગાયત્રી સર્કલ પાસે જાહેરમાં લઘુશંકા કરનાર યુવકને ઠપકો આપતા સિક્યોરિટી ગાર્ડની હત્યા

૧૦ ફેબ્રુઆરી - પાંડેસરા વડોદ જગન્નાથ સોસાયટીમાં એક યુવક મહિલાને ઘૂરીને જોતો હતો એ મામલે પાડોશીએ ઠપકો આપતા આરોપીએ કરી હત્યા 

૧૧ ફેબ્રુઆરી - કાપોદ્રામાં વતન જવાના ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા.

૧૩ ફેબ્રુઆરી- રાંદેર જીલાની બ્રિજ પર ફેમિલી સાથે જતા વ્યક્તિની જુની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા.

૧૩ ફેબ્રુઆરી - પાસોદરા નજીક એક તરફી પ્રેમમાં જાહેરમાં ગળાના ભાગે છરી મારી પ્રેમીએ હત્યા કરી.

14 ફેબ્રુઆરી વરાછામાં હીરા દલાલની ટેબલ મૂકવા બાબતે હત્યા

Author : Gujaratenews