ચાલીસ વર્ષ પહેલા યુપીમાંથી ચોરાયેલી 40મી સદીની મૂર્તિ લંડનમાંથી મળી

14-Dec-2021

લંડનઃ ઉત્તરપ્રદેશના મંદિરમાંથી 40 વર્ષ પહેલા ચોરાયેલી ભારતની પ્રાચીન મૂર્તિ ટૂક સમયમાં પરત આવશે. તેને ઇંગ્લેન્ડના એક બગીચામાંથી શોધી કાઢવામાં આવી હતી. આ મૂર્તિનું નામ યોગિની છે અને તેને પાર્વતી માતાનું સ્વરૃપ માનવામાં આવે છે. આ મૂર્તિ આઠમી સદીની હોવાનું મનાય છે.

આ મૂર્તિ 1970 અને 1980ના દાયકામાં બંદા જિલ્લામાં લોખારી ગામ ખાતે આવેલા મંદિરમાંથી ચોરાઈ ગઈ હતી. આ સપ્તાહે લંડન ખાતેના ભારતીય હાઈ કમિશને તે વાતને સમર્થન આપ્યું છે કે ભારતની પ્રાચીન કલાકૃતિને પરત લાવવાની કાર્યવિધિને આખરી ઓપ અપાઈ ગયો છે. તે થોડા જ મહિનામાં પરત આવશે.

ટ્રેડ અને ઇકોનોમિકના ફર્સ્ટ સેક્રેટરી જસપ્રીતસિંઘ સુખીજાએ જણાવ્યું હતું કે યોગિની તરીકે ઓળખાયેલી આ પ્રાચીન મૂર્તિને પરત લાવવા માટે ભારતનું લંડન સ્થિત હાઈ કમિશન પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે. અમે આ કલાકૃતિને પરત લાવવાના અંતિમ તબક્કામાં છીએ. મહિનાઓ પહેલા જ આ કલાકૃતિને ઓળખી કાઢવામાં ક્રિસ મેરિન્લો અને વિજય કુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તમે ટૂંક સમયમાં યોગિનીની મૂર્તિને ભારતીય રાજદૂતાવાસના હાથમાં સોંપાતા જોશો. તેને સંપૂર્ણ સન્માન સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે.

મેરિન્લો વકીલ છે અને આર્ટ રિકવરી ઇન્ટરનેશનલના સ્થાપક છે. યુકેમાં અજાણી મહિલા તેના પતિનું અવસાન થયું હોવાથી તેનું મકાન વેચવાની હોવાની તથા તેની બગીચામાં કેટલીક મૂર્તિઓ પડી હોવાની વાત જાણી હતી. આ મૂર્તિઓ તેણે 15 વર્ષ પહેલા મકાન ખરીદ્યુ ત્યારની બગીચામાં હતી. આ પ્રાચીન કલાકૃતિઓની ચકાસણી કરતા ખબર પડી કે તે કેટલી મૂલ્યાવન છે. તેમા એક મૂર્તિ યોગિનીની હતી. તેના પગલે તરત જ ભારતના ગુમાયેલા સ્થાપત્યો પરત લાવતા સંગઠન ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટના સહસ્થાપક વિજયકુમારનો સંપર્ક કરાયો. તેમણે તરત જ આ મૂર્તિને યોગિનીની મૂર્તિ તરીકે ઓળખી કાઢી.

Author : Gujaratenews