સુરતમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બોર્ડ દેખાતા જ લોકો ઉકળ્યા, બજરંગ દળે ફાડી નાખ્યા બેનર, લગાવી દીધી આગ
14-Dec-2021
સુરતમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બોર્ડ દેખાતા જ લોકો ઉકળ્યા, બજરંગ દળે ફાડી નાખ્યા બેનર, લગાવી દીધી આગ.
ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું.અને આ કાર્યક્રમની ઘોષણા કરાતા બેનર્સ પણ લગાવ્યા હતા.પરંતુ બજરંગ દળનાં કાર્યકરો અચાનક ત્યાં પહોચ્યા અને પાકિસ્તાનને લઈને પોતાનો વિરોધ પ્રકટ કર્યો. પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનો વિરોધ કરતા કાર્યકરોએ તમામ બેનર્સ ઉતારીને ફાડી નાખ્યા,એટલું જ નહિ આગ પણ લગાવી દીધી.
સુરતના રીંગરોડ પર 'ટેસ્ટ ઓફ ઇન્ડીયા'નામક રેસ્ટોરંટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની ઘોષણા કરતા મોટા-મોટા બેનર્સ પણ લગાવ્યા હતા. 12 થી 22 ડીસેમ્બર દરમિયાન આયોજિત કરાયેલા આ ફૂડ ફેસ્ટીવલમાં પાકિસ્તાની સ્વાદના રસીયાઓને ઉત્તમ વ્યંજન પીરસવાનો હેતુ હતો. બજરંગ દળના કાર્યકર્તા દેવી પ્રસાદ દુબે એ કહ્યું કે, ફૂડ ફેસ્ટીવલ કરવો હોય તો ભારતીય ફૂડ ફેસ્ટીવલ કરો, અલગ-અલગ રાજ્યો અને સંસ્કૃતિ નાં ફૂડ ફેસ્ટીવલ કરો,પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલ જ કેમ ?
દુબે એ એમ પણ કહ્યું કે, હનુમાનજીએ જેવી રીતે લંકા દહન કર્યું હતું,એ જ રીતે આ બળશે બાદમાં તમામ બેનર્સ ઉતારીને બાળી નાખ્યા,બજરંગ દળે રેસ્ટોરંટનાં માલિકને ચેતવણી પણ આપી કે, બીજીવાર આવું કૃત્ય ના થાય.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024