દિવ્ય કાશી ભવ્ય કાશી અનુસન્ધાને મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા

14-Dec-2021

દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરના ઉદ્ઘાટનના શુભ પ્રસંગે દિવ્ય રીતે ઉજવવામાં અરવલ્લી જિલ્લાના ૮૦૦ ગામોમાં અલગ-અલગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય બાઇકરેલી , મંદિર સફાઈ, કળશ યાત્રા ,સફાઈસેવા, સમરસતા ભોજન, જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાંનો એક મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા, યુવા મોરચા દ્વારા બાઇક રેલી તથા અન્ય વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કળશ યાત્રા માં રોકડીયા હનુમાન મંદિર થી વિશ્વકમાૅ દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ મંત્રી જયશ્રીબેન, મોડાસા નગરપાલિકાના મેયર શ્રીમતી જલ્પાબેન ભાવસાર ,શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડધર ,મહામન્ત્રી તારકભાઇ પટેલ કિશોરભાઈ જોશી મહિલા મોરચાની બહેનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રોકડીયા હનુમાનમંદિર થી ચાર રસ્તા થઇ  મુખ્ય બજાર થઈ વિશ્વકમાૅ મંદિર સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ કાશિ વિશ્વનાથ મંદિરે કોરિડોરના ઉદઘાટન સમારોહના લાઈવ પ્રસારણ દ્વારા નિહાળવા નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews