મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો

14-Dec-2021

મોડાસા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેરની કારોબારી બેઠક યોજાઇ. જેમાં સૌ પ્રથમ સિ ડી એસ જનરલ બિપિન રાવતને પુષ્પાંજલિ તેમજ બે મિનિટનું મૌન પાળી કાર્યક્રમની શરૂઆત કરી હતી.  મહામન્ત્રી જગદીશભાઈ ભાવસારએ રાવતજી ની દેશ માટેના કરેલા કાર્યો વિષેની માહિતી આપી હતી કારોબારીના મુખ્ય અતિથિ ગુજરાત પ્રદેશ મંત્રી તથા અરવલ્લી જિલ્લા પ્રભારી જયશ્રી બેન , અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજુભાઇ પટેલ, જિલ્લાના મહામંત્રી જગદીશભાઈ ભાવસાર, હસમુખ ભાઈ પટેલ , મોડાસા શહેરના પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડગર, મહામંત્રી તારકભાઇ પટેલ, કિશોર જોશી નગરપાલિકા ઉપપ્રમુખ રાકેશભાઈ મહેતા તથા કારોબારી સભ્યો તથા વિવિધ મોરચાના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામન્ત્રી તારક પટેલ  દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગર દ્વારા કરવામાં આવ્યું,  રાજકીય પ્રસ્તાવ હસમુખભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો, રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા અધ્યક્ષએ મુખ્ય વિષય આગામી દિવસોમાં ૧૩ મી ડીસેમ્બર 2021 ના રોજ કાશીમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યકાશી,ભવ્યકાશી લોકાર્પણ કરવાના છે ત્યારે તે દિવસના ભવ્ય રીતે ઉજવી પોતાના વોર્ડમાં તેની ઉજવણી કરવી જે તે વિવિધ વોર્ડમાંના કોર્પોરેટર, મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી તે દિવસને ભવ્ય બનાવો તથા તેની માટેની પૂર્વતૈયારી નુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારી જયશ્રીબેન દ્વારા હર ઘર દસ્તક ઘેર ઘેર રસી બાકી હોય તેવા લોકોને રસીકરણ માટે જણાવવા તેમજ મન કી બાત કાર્યક્રમની માહિતી આપી હતી છેલ્લે આભારવિધિ તારક પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Author : Gujaratenews