આઈ.પી.ચેરીટેબલ ટ્રસ્ટ,ભિલોડા સંચાલિત શ્રીમતી સદુબા દામુભાઈ પટેલ છાત્રાલયના નવીન મકાનના ઉદ્ઘાટન અને નામકરણ સમારંભ યોજાયો

14-Dec-2021

અરવલ્લી જિલ્લાના ભિલોડા મુકામે આઇ.પી.ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવીન મકાન શ્રીમતી સદુબા દામુભાઈ પટેલ છાત્રાલયનું ઉદ્ઘાટન તેમજ નામકરણ સમારંભ અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સરકારની મળતી ગ્રાન્ટ તેમજ અન્ય મદદ કરવા જણાવેલ હતું.નવીન મકાનના ઉદ્ઘાટન પ્રસંગે વિરજીભાઇ દાનસુંગભાઇ જુડાલ પ્રમુખ અખિલ આંજણા ચૌધરી મહાસભા - ન્યું દિલ્હી (પાલનપુર) ના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.છાત્રાલયના ગરીબ બાળકોને સંપૂર્ણ લાભ મળી રહે સારૂ ભોજન,બાળકની જરૂરીયાતની સગવડો પૂર્ણ કરવામાં આવે એવી આશા વ્યક્ત કરી અને મારાથી થશે તેટલી મદદ કરવા જણાવ્યું હતું.

દીપ પ્રાગટ્ય માન્ય શિવુભાઈ પટેલ ખેડ,આશીર્વચન પરમ પૂજ્ય શ્રી ગૌરણશરણ મહારાજશ્રી , સ્વાગત પ્રમુખ રઘજીભાઈ પટેલ ભૂતાવડ,મુખ્ય મહેમાન પદે નરસિંહભાઈ લાલજીભાઈ ચૌધરી નવાવાસ રાજપુર રૂપિયા 2500 નો ચેક અર્પણ કર્યો હતો. સતિષભાઈ હરિભાઇ પટેલ(મેસણ) રૂપિયા 21000 નું દાન આપવાની જાહેરાત કરી હતી.

અતિથિ વિશેષ કેશુભાઈ પુંજાભાઈ પટેલ (મોટા કોટડા) મહામંત્રી પટેલ સમાજ સેવા મંડળ દ્વારા રૂપિયા 11000 ની જાહેરાત કરી હતી.

શાળાના સંચાલક દામુભાઈ પટેલ આચાર્ય સ્ટાફ વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ વાજિંત્રો સાથે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું આ કાર્યક્રમની સફળતામાં શાળાના સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Author : Gujaratenews