પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ મળનાર રકમનો હપતો જલદી સરકાર કિસાનોના બેંક ખાતામાં પહોંચાડવાની છે. ૧૦મા હપ્તાની રાહ જોઈ રહેલા કિસાનોને રાહત મળવાની છે. જાણકારી પ્રમાણે સરકાર ૧૫ ડિસેમ્બરે દસમા હપતાના ૨ હજાર રૂપિયા કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાછલા વર્ષે ૨૫ ડિસેમ્બરે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધી કેન્દ્ર સરકારે દેશના ૧૧.૩૭ કરોડથી વધુ કિસાનોના બેંક ખાતામાં સીધા આશરે ૧.૫૮ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી ચુકી કેટલાક કિસાનોને આ વખતે ૨ની જગ્યાએ ૪ હજાર રૂપિયા મળશે. આ ફાયદો તે કિસાનોને મળશે જેને અત્યાર સુધી ૯માં હપ્તાનો લાભ મળ્યો નથી. તે તમામ લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા પહોંચી જશે. એટલે સ્પષ્ટ છે કે તેના ખાતામાં ૪ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ આ સુવિધા માત્ર તે કિસાનોને મળશે જેણે ૩૦ સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જો તમે કિસાન છો અને પીએમ કિશાન યોજના યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આ યોજનાના લાભાર્થીઓના લિસ્ટમાં તમારૂ નામ ચેક કરવું જરૂરી છે.
સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ખોલવી પડશે. વેબસાઇટના હોમ પેજ પર તમને ફાર્મર કોર્નરનો વિકલ્પ જોવા મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024