Representative image
SURAT : એક તરફ શિક્ષકોના પગાર ઓછા છે, મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના એક નિવેદનથી શિક્ષક આલમમાં રોષ ફાટી નીકળ્યો છે
એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. શિક્ષકો માટે વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજ્યના શિક્ષક જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે અને શિક્ષકોના વિવિધ સંગઠનો દ્વારા નિવેદન પરત લેવા માગ કરવામાં આવી છે.
“શિક્ષકો કર્મચારી થઇ ગયા છે, મોંઘવારી શું મળે? પગાર વધારો ક્યારે મળે? રજા કેટલી મળશે? એવા અનેક લાભની ચિંતા કરતા થઇ ગયા છે. શિક્ષક તરીકેની પોતાની જવાબદારી એ ઘીમે ઘીમે ભૂલતાં જાય છે. ગુરૂ તરીકેની સમાજમાં મળેલા સ્થાનની ગરીમા ઓછી થતી જાય છે. આ શિક્ષક ગુરૂજી છે એ વાત મનમાં ઉતારવાનું કામ એના માટેના અલગ અલગ ભાષણો તૈયાર કરીને અલગ અલગ રીતે બધાને મળે, કાર્યક્રમો કરે એના માટેની જવાબદારી કાજલબેનને આપી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જેને પગલે પાટીલે શિક્ષકો વિરોધ નિવેદન આપ્યું હતું.
શિક્ષક જગતમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો છે. પાટીલના વિવાદીત નિવેદનથી શિક્ષકના વિવિધ સંગઠનો જેવાકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ, પંચમહાલ જિલ્લા શિક્ષક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, સૌરાષ્ટ્ર સંભાગ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સી. આર. પાટીલને પોતાનું નિવેદન પરત લેવા માગણી કરવામાં આવી છે.
વધુમાં શિક્ષક સંગઠનોએ જણાવ્યું હતું કે શિક્ષકો પાસેથી ઘણી બધી બિનશૈક્ષણિક કામગીરી લેવામાં આવે છે. શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા જોઇએ. ઉકેલ નહીં આવશે તો જલદ આંદોલન કરીશું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025