હાલમાં નવરાત્રિ પર્વની રાજયભરમાં ઉત્સાહ છે. તો બીજી તરફ મોંઘવારીથી આમ જનતા પરેશાન છે. ત્યારે સુરતમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીમાં કેટલાક ખૈલેયાઓએ મોંઘવારીના નામે ગરબે ઘુમ્યાં છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. આ વાત બની છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં, જયાં રહીશોએ પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી માતાજીના ગરબા રમ્યા હતા.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024