વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - સુરતમાં વિદ્યાર્થીઓ પર થયેલાં અત્યાચાર મુદ્દે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ - ગુજરાત પ્રદેશ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ

14-Oct-2021

સુરતમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ દ્વારા પરમિશનથી ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની અટકાયત અને ધરપકડ કરવામા આવી અને ઝભ્ભાઓ ફાડી નાખવામાં આવ્યા હતા અને તેમની સાથે ગેરવર્તન થયુ હતું. આ એજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી છે જે વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી રહે છે. સામાન્ય વિદ્યાર્થીઓ પર થયેલા aa અત્યાચારના વિરોધમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓની માંગ છે કે આવા સામાન્ય વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા જે અત્યાચારો થયા તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી આ કાર્યવાહી નઈ થાય ત્યાં સુધી છાત્ર યુવા સંઘર્ષ સમિતીનો દરેક આગેવાન આ બાબતે વિદ્યાર્થીઓના પક્ષમા લડતો રહેશે. તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોલિટિકલ હતા પરંતુ તેમાં ઘણા બધા સામાન્ય વિદ્યાર્થીઓ ઝપેટમાં આવી ગયા યુનિવર્સિટીની પરમિશનથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જો આ બાબત નો નિવેડો નઈ લેવામાં આવે તો હર એક જિલ્લામાં CYSS દ્વારા પ્રદર્શન કરવામાં આવશે સાથે સાથે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે આમાં જેટલા પણ લોકો સામેલ છે એ બધાની બીન રાજકીય રીતે તપાસ થાય અને તેમના પર કાર્યવાહી થાય. તેઓ કહે છે કે જ્યારે નેતાઓની રેલીમાં હજારો લોકો માસ્ક વગર રેલી કાઢે છે ત્યારે તો કાઇ કહેવામાં આવતું નથી પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ગરબે રમે છે ત્યારે તેમની જોડે આવુ ગેરવર્તન થાય છે..... શું આ વિદ્યાર્થીઓ સાવ નકામા છે?.... તેમના દ્વારા વોટ આપીને મંત્રીઓ બને છે તો શું આ વિદ્યાર્થીઓ સાથે આવુ વર્તન કરવાનું?......

Author : Gujaratenews