રાજકોટ, જુનાગઢ, જામનગરમાં વરસાદે વિરામ લીધો, વાહન વ્યવહાર પૂર્વવત થયો, કુલ 7565 લોકોનું સ્થળાંતર
14-Sep-2021
રાજકોટની ફાઈલ તસવીર
રાજ્યમાં ગઇકાલે રાજકોટ, જૂનાગઢ, જામનગરને ધમરોળ્યા બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો છે. સવારે 6થી 8ના બે કલાકના ગાળામાં માત્ર જૂનાગઢ, રાજકોટ અને ગીરસોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારે બે કલાકમાં માત્ર જૂનાગઢ જિલ્લામાં બેથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેર, માંગરોળમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથના તાલાલામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેલા ધોરી માર્ગ ધમધમ્યા હતા. રાજકોટ, કચ્છ, અને જુનાગઢ ધોરી માર્ગ ધમધમ્યા છે. જનજીવન સાથે વાહન વ્યવહાર પૂર્વવત થયો છે
20-Aug-2024