જામનગરમાં જળબંબાકારની સ્થિતિ, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે

14-Sep-2021

છેલ્લા બે દિવસથી જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જેથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને, ઠેરઠેર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે આ પૂરગ્રસ્ત સ્થિતિનું હવાઇ નિરીક્ષણ નવા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. હવાઇ નિરીક્ષણ બાદ વહીવટી તંત્ર સાથે બેઠક પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવશે. નોંધનીય છેકે જામનગર અને રાજકોટમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અને, આકાશમાંથી ભારે પાણી પડતા કયાંક જમીન દેખાઇ રહી નથી. જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે. મુખ્યમંત્રી ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી.ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્યસચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થશે.

Author : Gujaratenews