જામનગર જિલ્લામાં આભ ફાટ્યું છે. જામનગર જિલ્લામાં બે દિવસ દરમિયાન 17થી 20 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. એક જ દિવસમાં મેઘરાજાએ જામનગરનું પાણી અને ખેતીનું ચિત્ર બદલી નાંખ્યું છે. લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેની બદલે હાલ કેટલાક વિસ્તારમાં સ્થિતિ એવી છે કે, લોકો મેઘરાજા ખમૈયા કરે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જામનગરમાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેના કારણે કાલાવડ અને જામનગર તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
Author : Gujaratenews
20-Aug-2024