સુરતના વરાછાના નવદંપતીએ કરાવી વડીલોને વિનામુલ્યે તીર્થયાત્રા

14-Mar-2022

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ :- 13/03/2022ને રવિવારના રોજ આયોજન કરવામાં આવી,પ્રવીણભાઈ કરશનભાઇ માંગુકિયાના પુત્ર હરિકૃષ્ણ અને પ્રિયંકા તેમજ સુપુત્રી કૃપા અને જેમિશ કુમારના શુભ લગ્ન 25/02/2022ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા, એ વેળાએ પોતાના દીકરી અને દીકરાના લગ્ન પ્રસંગના દિવસે વડીલ સેવાનો સંકલ્પ કરીને યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા 60 વડીલોને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રાનું સૌજન્ય આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રાને સવારે 08:00 કલાકે સિદ્ધકુટિર મંદિરથી પ્રસ્થાન કરાવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી,પરેશ ધામેલીયા,જીજ્ઞેશ ઢોલા,વિપુલ નસીત,કેનીલ લીંબાણી, હિતેશ વેકરીયા, જતીન ગાંગાણી, ભાવેશ કપોપરા, રમેશ ગાબાણીના સથવારે યાત્રા સવારે મહાપ્રભુજીની બેઠક, ત્રણ પાનનો વડ, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરથી ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે ટીમ્બા ગામે મુકતાબા બલર ફાર્મ હાઉસમાં જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના ગોષ્ઠિ પછી સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિરની આરતી મહાપ્રસાદ અને સત્સંગનો લાભ લઇ રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી, પ્રવીણભાઈ માંગુકિયા પરિવારની વડીલો પ્રત્યેની સેવા ભાવનાનેે અભિનંદન સાથે વંદન અને દરેક યુવાનો માટે પ્રેરણાદાયક કાર્યથી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે બંને નવદંપતીઓ પર આશીર્વાદ વરસાવ્યા હતા.

Author : Gujaratenews