IT ઇન્સ્પેક્ટરની 24 ખાલી જગ્યા પર તક, જાણો અરજીની અંતિમ

14-Mar-2022

અંતિમ તારીખ18, એપ્રિલ 2022

IT ઇન્સ્પેક્ટરની 24 ખાલી જગ્યા પર તક

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરની 24 ખાલી જગ્યાની ભરતી માટે અરજીઓ મગાવી છે. તે માટે ઉમેદવારો 18 એપ્રિલ સુધીમાં ઓફલાઇન અરજી કરીશકે છે.

શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધો. 10/12 પાસ કર્યું હોવું જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ https://www. incometaxindia.gov.in ૫૨ મળશે.

વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી: પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને રૂ. 9300થી રૂ.34,800 સુધી.

પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી ડોક્યુમેન્ટ સબમિશન, ગ્રાઉન્ડ પ્રોફિશિયન્સી ટેસ્ટ તથા મેરિટ લિસ્ટના માધ્યમથી ક૨વામાં આવશે.

આ રીતે અરજી કરો: ઉમેદવારોએ અરજી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આ સરનામે મોકલવાના રહેશેઃ ફર્સ્ટ ફ્લોર, રૂમ નં.14, આયકર ભવન, પી-7, ચૌરંગી સ્ક્વેર, કોલકાતા-700069

Author : Gujaratenews