ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સમયે જનકભાઈ બગદાણાને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રવાસી પ્રમુખ (સહપ્રભારી) તરીકે જવાબદારી મળતા તમામ ગુજરાતીમાં ખુશીની લહેર

13-Dec-2021

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન. જે.પી.નડ્ડા સાહેબ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને કુશળ સંગઠક જનકભાઇ બગદાણાવાળાને ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રવાસી પ્રમુખ (સહપ્રભારી) તરીકે ઉત્તરદાયિત્વ સોંપ્યુ તે બદલ ગુજરાતના ભરમાંથી કાર્યકર્તાઓ દ્વારા જનકભાઇને યશ,કીર્તિ અને સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ અંગે જનકભાઈ બગદાણાએ જણાવ્યું હતું કે પાર્ટીએ મને આ માટે લાયક સમજીને જવાબદારી આપી છે તે માટે હું પાર્ટીનો આભારી છું અને ઉત્તરપ્રદેશમાં ફરીથી યોગીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે જ તેનો મને વિશ્વાસ છે.

Author : Gujaratenews