ગીરમાં સિંહબાળોની ખાટલા પરિષદ: રજવાડું હૃદયમાં હોવું જોઈએ પછી ગમે ત્યાં બેસો સિંહાસન જ લાગે
13-Dec-2021
ગીરના જંગલ અને તેની આસપાસ સિંહબાળોની ધિંગામસ્તી અને ઉછળકૂદના દૃશ્યો હાલમાં જોવા મળે છે. પ્રસ્તુત તસવીરમાં ૪ સિંહબાળ એક ખેતરના ખાટલે શિયાળાની ઠંડીમાં સહજતાથી હૂંફ મેળવી રહ્યા છે. ગીરના વડાલ ગ્રામ્ય વિસ્તારમાં સિંહબાળો વાડીનુ રખોપુ કરતા હોય તેવી રીતે ખાટલા ઉપર બેસી ગયાનો ફોટો વાયરલ થયો છે. સિંહબાળમાથી જંગલના રાજા બનવા સુધીની તેની સફર બહું રસપ્રદ છે. સિંહબાળ જન્મે ત્યારે તેનું વજન ૧થી ૫ કિલોગ્રામનું હોય છે. તેની આંખોને ખૂલતા ૩થી ૧૧ દિવસ લાગે છે. ૧૦ માસ સુધીમાં તે વાતાવરણ સાથે અનુકુળ થઈ જાય છે. માતા-પિતા તેને ૧ વર્ષથી જ શિકાર માટે કેળવવા માંડે છે, બેથી ત્રણ વર્ષના પાઠડાને શિકાર કરતા આવડી જાય છે. ચારથી પાંચ વર્ષે તે પૃખ્ત જ બની જાય છે. મનુષ્ય જાતિમાં બાળક કિન્ડરગાર્ટનમાં જાય ત્યારે સિંહબાળ શિકાર કરવા માંડે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024