SURAT: ૯ ઓક્ટોબર, રવિવાર, સરદાર સ્મૃતિ ભવનમાં 500 કપલે ગર્ભ સંસ્કારનું માર્ગદર્શન આકર્ષક રીતે સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા મેળવ્યું.
ભારતને વિશ્વગુરુ બનાવવું હશે, તો સૌથી વધુ ભાર ગર્ભ સંસ્કાર પર આપવો પડશે
• સમગ્ર ગુજરાતના 50 થી વધુ ડોક્ટર અને ગર્ભ સંસ્કાર ગુરુઓ પણ હાજર રહ્યા. સૌ વાહ વાહ પોકારી ઉઠ્યા !!
• ડ્રીમ ચાઈલ્ડ સંસ્થાએ 45 થી વધુ દેશોના 5 લાખથી વધુ પરિવારો સુધી ગર્ભ સંસ્કારનું જ્ઞાન પહોંચાડ્યું છે
ગર્ભ સંસ્કારના સેમિનાર, વેબિનાર અને વર્કશોપ દ્વારા ઋષિમુનિઓએ આપેલ ગર્ભવિજ્ઞાનનો પ્રસાર આજે દેશ-વિદેશમાં ભવ્યતાથી થઈ રહ્યો છે. પરંતુ આ ક્ષેત્રમાં સુરતે ઈતિહાસ રચ્યો.
ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ટીમે, સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોક, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ, કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરી. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહલાદ, મદાલસા, સીતા માતા, જીજા માતા, શકુંતલા વગેરેને જીવંત થઇ ગયા હતા !! અને સૌ ભાવિ માતા-પિતાએ ઉત્તમ સંતાનને જન્મ આપીને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ મહોત્સવમાં માસ્ટર ટ્રેનર શ્રી જીતેન્દ્ર ટીંબડિયા એ જણાવ્યું : ‘ભારતને વિશ્વગુરુ બનાવવું હશે, તો સૌથી વધુ ભાર ગર્ભ સંસ્કાર પર આપવો પડશે.’
અમદાવાદથી પધારેલ ગર્ભ સંસ્કાર ગુરુ રાજેશભાઈ શાહે જણાવ્યું : ‘આ મહોત્સવ આ યુગની નવી ક્રાંતિ છે. ભારતના દરેક શહેરમાં આવો મહોત્સવ થવો જોઈએ. આ હૃદયસ્પર્શી રજૂઆત માટે મારી પાસે કોઈ જ શબ્દ નથી.’
મહોત્સવમાં પધારેલ ડો. નિલેશ જોગલે જણાવ્યું ; ‘નવા ભારતના નિર્માણનું આ ટીમનું વિઝન ખૂબ સ્પષ્ટ છે. ૧ સેકંડ પણ ચૂકવાનું મન ન થાય તેવો આ કાર્યક્રમ હતો. ગર્ભ સંસ્કાર માટે કઠોર પુરુષાર્થ અને અદમ્ય ઉત્સાહ બદલ આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.’
આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન અને નેતૃત્વ શ્રી જીતેન્દ્ર ટીંબડિયા અને શ્રી ધવલ છેટાએ કર્યું હતું. 60+ ડ્રીમ ચાઈલ્ડ મેમ્બર અને સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવને સફળ બનાવાયો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024