મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ

13-Sep-2021

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ સોમવારે મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગાહીને પગલે હવામાન વિભાગે મુંબઈ, સિંધુદુર્ગ, નાસિક, ધુલે, નંદુરબાર, જલગાંવ, બીડ, જાલના, પરભણી, હિંગોલી, નાંદેડ, વાશીમ,અકોલા, યવતમાલ, વર્ધા, નાગપુર, અમરાવતી, ગોંડિયા, ભંડારા, ગઢચિરોલી જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કર્યું છે.

ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભ જિલ્લાઓ માટે પણ યેલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યુ છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે (Indian Metrological Department) આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

Author : Gujaratenews