Bhupendra Patel બન્યા રાજ્યના 17માં મુખ્યપ્રધાન, રાજભવનમાં રાજ્યપાલે લેવડાવ્યા મુખ્યપ્રધાનપદના શપથ

13-Sep-2021

GANDHINAGAR : ભુપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યપ્રધાન (Gujarat New CM Bhupendra Patel) બન્યા છે. રાજ્યના નવા મુખ્યપ્રધાને રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાનપદ માટે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યાં હતા.

આ સાથે જ શપથગ્રહણ સમારંભમાં આજની શપથવિધિમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમજ કેન્દ્રીય પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ શપથગ્રહણ સમારોહમાં રાજભવન ખાતે પહેલેથી જ મોટા નેતાઓનો જમાવડો થઇ ગયો હતો. કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Nitin Patel), પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ (CR Patil) સહીત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને BJP, RSS,VHP ABVPના નેતાઓ નેતાઓ હાજર રહ્યાં હતા.

રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પર શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી છે.

Author : Gujaratenews