સુરતનાં ઉદ્યોગપતિ દ્વારા આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સરસ્વતીધામ અને ભવનનું થયું લોકાર્પણ
13-Sep-2022
આંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા કેશુભાઇ ગોટી દ્વારા એમના માતુશ્રીની સ્મૃતિમાં બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શિક્ષણ અને સેવાના ભાવથી સેવા કાર્ય માટે આદિવાસી વિસ્તારોમાં 309 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે. નિ:સ્વાર્થ ભાવથી સેવાના સંકલ્પને સિધ્ધ કરવા જ્યારે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એમાં સહયોગી થવા અને આચાર્ય વિનોબાભાવે ના સર્વોદયી વિચારીમાંથી પ્રેરણા પામીને શ્રી મનહરભાઈ સાચપરા (યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ લી.-સુરત) તેમના માતૃશ્રીની સ્મૃતિમાં રાજસ્થાન બોર્ડરની નજીક આવેલા આદિજાતિ કન્યા આશ્રમશાળા, ખેમરાજિયા, પો.હસનપુર, તા.અમીરગઢ, જી.બનાસકાંઠા ખાતે માતુશ્રી પુતળીબેન જીવણભાઈ સાચપરા કન્યા છાત્રાલય ભવનનું લોકાર્પણ થયું હતું. કેશુભાઈના 309 આશ્રમ શાળાના સંકલ્પમાં 173 સહયોગી દાતાશ્રીઓ મળી ગયેલ છે. જેમાંથી આ 129 માં ભવનનો લોકાર્પણ સમારોહ ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024