સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા કોરોના દરમિયાન ચાલુ ફરજે અથવા આકસ્મિક રીતે અવસાન પામેલ સુરત શહેરનાં 27 પોલીસ જવાનોનાં પરિવારને આર્થિક સહાયરાશિ અર્પણ કરાશે
13-Aug-2022
સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા કોરોના દરમિયાન ચાલુ ફરજે તથા આકસ્મિક રીતે અવસાન પામેલા સુરત શહેરનાં 27 પોલીસ જવાનોનાં પરિવારોને સન્માનિત કરી પ્રત્યેક પરિવારને એક- એક લાખ રૂપિયાની રાશિ અર્પણ કરાશે. સુરત શહેરમાં સૌ પ્રથમ વખત સંઘર્ષનાં સાથી યુવા ટીમ દ્વારા તા. 14 ઓગસ્ટની રાત્રે સરદાર સ્મૃતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ યોજાનાર આ કાર્યક્રમમાં શહિદો, વિરતા અને શૂરવીરતાની વાતો લોકસાહિત્યકાર દ્વારા સંગીતમય શૈલીમાં શોર્યગાનના માધ્યમથી પીરસવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, વિશીષ્ઠ વ્યક્તિઓ, સામાજીક આગેવાનો અને પોલીસ ડિપાર્ટમેન્ટનાં હોદ્દેદાર અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025