એક તણખલાએ રેલવેના પાટાને આગ લગાડી ! : લંડનમાં એક પુલ પર ટ્રેનના પાટાઓ પર લાગી આગ

13-Jul-2022

નવી દિલ્લી તા. 12 : ગઇકાલે લંડનમાં એક પુલ પર ટ્રેનના પાટાઓ પર અમુક કારણોસર આગ લાગી હતી. જે બાદ તે રૂટની ટ્રેનોને બીજા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ત્યારે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ આગ લગાવનાર પાટાઓને બદલ્વામાં આવે કે નહી. જ્યારે શહેરમાં વધતા જતા તાપમાન વચ્ચે એક તણખલાએ લાકડાના બીમને સળગાવી દીધા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખાનીય છે કે, રેલવે ટ્રેક વચ્ચે લાગેલા લાડકામાં આગ લાગી હતી. ત્યારબાદ તે રૂટની ટ્રેનોને બીજા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. તે ઉપરાંત રેલવે આશ્વાસન આપ્યું કે, ઓપરેશન માટે ફિટ લાઇન પાસ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ આગ લગાવનાર પાટાઓને બદલ્વામાં આવે કે નહી.

આ ઘટનાનું કારણ હાલ દેશમાં વધી રહેલી ગરમીને દર્શાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યૂનાઇટેડ કિંગડમમાં હાલ 34 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે. હવામાન વિભાગે લોકોને ગરમીના કારણે સંભવિત સ્વાસ્થ્ય અને પરિવહન સંબંધી સમસ્યાઓથી આગાહ કરવા માટે અતિઆધુનિક હવામાનની ચેતાવણી જાહેર કરી છે.

સાથે જ લેવલ થ્રી હીટ-હેલ્થ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે કથિત રીતે સમગ્ર દક્ષિણ, મિડલેંડ્સ અને ઇગ્લેંડના પૂર્વી ભાગમાંથી છે. અધિકારીઓએ લોકોને જો શક્ય હોય તો ઘરની અંદર જ રહે અને ગરમીથી બચવા માટે પાણી પીવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ગરમી સ્વાસ્થ્ય એલર્ટ આગામી અઠવાડિયા સુધી રહેવાની આશા છે.

વિદેશી સમાચાર વેબસાઇટ એક્સપ્રેસના અનુસાર આ ઘટના વેડ્સવર્થ રોડ અને લંડન વિક્ટોરિયાની વચ્ચે એક રેલવે ટ્રેક પર થઇ હતી. દક્ષિણ પૂર્વ રેલવેના મેનેજમેન્ટ નિર્દેશક સ્ટીવ વ્હાઇટે ટ્વિટર પર આગનો એક ફોટો શેર કર્યો અને આગ પર તાત્કાલિક એક્શન માટે રેલ કંપની અને લંડન ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે જવાબમાં નેટવર્ક રેલ સાઉથઇસ્ટે પણ આગનો એક ફોટો શેર કર્યો અને ભાર પૂર્વક કહ્યું કે “આગામી અઠવાડિયામાં ગરમી એક ગંભીર પડકાર બનશે.”

Author : Gujaratenews