જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડશે : છાસ, દહીં, લચ્‍છી, હોસ્‍પિટલના રૂમના ભાડા સહિત ઉપર જીએસટી દર વધશે

13-Jul-2022

નવી દિલ્‍હી : દેશની જનતાને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. જૂનના અંતમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં મળેલી GST કાઉન્‍સિલની ૪૭મી બેઠકમાં ઘણી વસ્‍તુઓ અને સેવાઓ પર લાગતા GSTમાં ફેરફાર કરવામાં આવ્‍યા છે. તે ઉપરાંત આ વખતે એવા ઘણા ઉત્‍પાદનોને GSTના દાયરામાં લાવવામાં આવ્‍યા છે, જેના પર GST લાગુ થયા પછી પ્રથમ વખત ટેક્‍સ લાગશે. આ પ્રોડક્‍ટ્‍સ પર પહેલીવાર લાગુ થશે GST સરકાર તરફથી પહેલીવાર પેકિંગ દહીં, લસ્‍સી, છાશ અને ICU વગરની હોસ્‍પિટલમાં ૫૦૦૦ રૂપિયાથી વધુના રૂમને GSTના દાયરામાં સામેલ કરવામાં આવ્‍યો છે. સરકારે આ ઉત્‍પાદનો પર 5% GST વસૂલવાનો નિર્ણય કર્યો છે.

આ વસ્‍તુઓના ભાવ ઘટશેઃ ઞ્‍લ્‍વ્‍ના નવા દર લાગુ થયા બાદ રોપ-વેની સવારી સસ્‍તી થઈ શકે છે. સરકારે તેના પર જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કર્યો છે. આ સાથે, સ્‍પ્‍લિન્‍ટ્‍સ અને અન્‍ય ફ્રેક્‍ચર ડિવાઇસ, બોડી પ્રોસ્‍થેસિસ, બોડી ઈમ્‍પ્‍લાન્‍ટ્‍સ (જે કોઈ ખામી અથવા વિકલાંગતાની ભરપાઈ કરવા માટે શરીરમાં પહેરવામાં આવે છે અથવા રોપવામાં આવે છે) અને ઈન્‍ટ્રાઓકયુલર લેન્‍સ પર હવે ૫ ટકા GST લાગશે જે અગાઉ ૧૨ ટકા હતો. સંરક્ષણ દળો માટે ખાનગી સંસ્‍થાઓ/વિક્રેતાઓ દ્વારા આયાત કરાયેલ માલને પણ GSTના દાયરામાં બહાર રાખવામાં આવ્‍યો છે.

આ વસ્‍તુઓની કિંમત વધી શકે છેઃ એલઇડી લાઇટ, એલઇડી લેમ્‍પ, કાંટાની ચમચીઓ, બ્‍લેડ, કાટ કાતર, ચમચી, ફોર્ક્‍ડ સ્‍પૂન, સ્‍કિમર, કેક-સર્વર, મેપ્‍સમ ચાર્ટ વગેરેના ભાવ વધી શકે છે, કારણ કે જીએસટીનો દર તમામ વસ્‍તુઓ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવી છે. આ સાથે બેંક દ્વારા ચેકબુક ઈશ્‍યુ કરવા પર લેવામાં આવતી ફી પર હવે ૧૮ ટકા જીએસટી લાગશે.

Author : Gujaratenews