યુરો SPL 2022માં ઈન્ડિયન સ્ટાર બુધેલ બન્યું ચેમ્પિયન

13-Jan-2022

SURAT: સમસ્ત સાચપરા પરિવારનાં સુરતમાં વસતા 22 ગામોનાં યુવાનોમાં રમતનાં માધ્યમથી પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય થાય સાથે સાથે એકબીજા સાથેનું જોડાણ થાય અને એકતા વધે એ હેતુથી દર વર્ષે સાચપરા પ્રિમિયર લીગ SPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. ગયા વર્ષે કોરોનાકાળમાં જે ટુર્નામેન્ટ નોહતી થઈ શકી એ સરકારી ગાઈડલાઈન મુજબ આ વર્ષે કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં સૂર્ય સતનામ, માધવ ગ્રુપ,યુરો ફૂડસ,સાંઈરામ ઈંપેક્ષ, ટીમ્બી ટાઈગર્સ, હરેકૃષ્ણ આર્ટ, સ્નેહા ફેશન, મધુમાલતી ટીમનો સમાવેશ થતો હતો. વ્યસન મુક્તિનાં સંદેશ સાથે આ ટુર્નામેન્ટનો શુભારંભ થયો હતો. મોટા વરાછા ખાતે થયેલા બે દિવસીય રોમાંચક મુકાબલાઓ બાદ ફાઈનલમાં સાંઈરામ ઈંપેક્ષ સામેની મેચમાં ઇન્ડિયન સ્ટાર બુધેલની ટીમ વિજેતા નીવડી હતી.

આ મેચમાં મેન ઓફ ધ મેચ સંજયભાઈ બુધેલ, મેન ઓફ ધ સિરીઝ વિજયભાઈ ઉગામેડી, બેસ્ટ બેટ્સમેન પરેશભાઈ અધેવાડા, બેસ્ટ બોલર વિજયભાઇ ઉગામેડી બન્યા હતા. લીગ મેચોનાં મેન ઓફ ધ મેચ સાથેની તમામ ટ્રોફીઓ ખેલાડીઓને એનાયત કરવામાં આવી હતી. સાથે 10 થી 15 વર્ષનાં બાળકોની મેચ રમાઈ હતી. જેમાં બાળકોને પણ મેડલ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સાથે વડીલોએ પણ પોતાના બાળપણને યાદ કરીને મેચ રમી હતી. પરિવારની મહિલાઓ દ્વારા પણ એક મેચ રમાઇ હતી. ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન પરિવારની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews