અરવલ્લી: આજે બીજા દિવસે લીઓ પોલિસ ચોકી બસ સ્ટેન્ડ આગળ કોરોનાના વધતા કહેર અને તેનું સંક્રમણ નફેલાય તે હેતુસર મોડાસા શહેર ભાજપા દ્વારા શહેરમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માસ્ક વગરના નાગરીકોને માસ્ક પહેરાવી અને કોરોના સંક્રમણ વિશે સમજાવી ઘરેથી બહાર નીકળો એટલે માસ્ક ફરજીયાત પણે પહેરવા અંગે જાગૃતિ ફેલાવતો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ માં મોડાસા શહેર ભાજપા મહામંત્રી તારક પટેલ મોડાસા નગર પાલિકા ના કોર્પોરેટર રાકેશભાઈ મેહતા રોહિતભાઈ પટેલ ભગવતીબેન પટેલ વર્ષાબેન જોશી તેમજ કાજલ બેન બામણયા સાથે મહિલા મોરચા પ્રમુખ સુનીતાબેન મહમન્ત્રી દીપાબેન શેઠ કાર્યકર્તા મિત્રો અને શહેર સંગઠન વોર્ડ ન 2 પ્રભારી અશોકભાઈ શ્રોફ જયેન્દ્ર મકવાણા કાર્યકર્તા મિત્રો તેમજ હોદ્દેદાર અને કારોબારી સભ્યઓ ઉપસ્થિત રહી માસ્ક વિનાના નાગરીકો ને માસ્ક પહેરાવી કોરોના જન જાગૃતિ ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને કોરોનાથી સાવચેત રહેવા અપીલ કરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024