અરવલ્લી: વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને સ્થાપિત કરનારા, ભારત ના આધ્યાત્મિક ગુરુ, કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે માલપુર ખાતે યુવા ટીમ દ્વારા જરૂરતમંદો ને ગરમ ધાબળા નું વિતરણ માલપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભાગ્યશ્રીબેન પંડયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હર્ષુ પંડયા, મયુર દરજી (જીવદયા), માલપુર એસ.સી મોરચા પ્રમુખ પરેશ વાઘેલા, ગૌ રક્ષક સચિન કડીયા, કલ્પેશ ભટ્ટજી દ્વારા કરવા માં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા યુવા ઉપપ્રમુખ હર્ષુ પંડયા દ્વારા પ્રતિવર્ષ જરૂરતમંદો ની મદદ કરીને રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવા ના સંકલ્પ લેવા માં આવ્યા હતાં.. જેમાં બીજેપી યુવા મોરચા, એસ.સી.મોરચા, હિન્દૂ યુવા વાહીની ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025