અરવલ્લી : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા શાખા ના ઉપક્રમે જરૂરી ચીજવસ્તુ ઓની કીટનું વિતરણ કરાયું હતું સાબુ, બ્રશ, ટ્યુબ, કપડાં ધોવાના સાબુ સહિત ની ચીજ વસ્તુઓ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમાર તથા ધનસુરા તાલુકા ના ચેરમેન મનસુખભાઈ ભગત ના માર્ગદર્શન હેઠળ આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ નું વિતરણ બુટાલ,વડાગામ અને ધનસુરા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ.એસ.પટેલ મંત્રી લલિતચંદ્ર બુટાલા પેન્શનર મંડળના પ્રમુખ હસમુખભાઈ.એમ.પટેલ તેમજ ભરતભાઇ ઠુમ્મર ધનસુરા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય દક્ષાબેન પટેલ હાજર રહ્યા હતા.તેમજ વડાગામ શ્રેયસ વિદ્યાલય ખાતે પણ રેડક્રોસ સોસાયટી દ્વારા આ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય ગુણવંતસિંહ ચંપાવત હાજર રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024