આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું

13-Jan-2022

 અરવલ્લી: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નવી નીતિ પ્રમાણે 15 થી 18 વર્ષ ની વયના વિદ્યાર્થીઓ માટે રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી અને આરોગ્ય કેન્દ્ર ભેંસાવાડાના મેડિકલ ઓફિસર ડો.મૌલિકભાઈ પ્રજાપતિ તથા તેમના આરોગ્યકર્મીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.જેમાં 40 વિદ્યાર્થીઓ એ તેનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ,યુવા સંકલ્પ તથા રાષ્ટ્રીય સેવા યોજના ના ધનસુરા કોલેજના એકમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળના હોદ્દેદાર શ્રી ગોપાલ ભાઈ ઠેકડી તથા અતુલભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews