આપણું મોડાસા સોશિયલ મીડિયા ગૃપ દ્વારા ઉત્તરાયણ પર્વ પૂર્વે બહેરા મુંગા બાળકોને ઉંધિયું,પુરી, દુધ પીરસવામાં આવ્યું
13-Jan-2022
અરવલ્લી : વા.હી.ગાંધી બહેરા મુંગા સ્કુલ, મોડાસા ના બાળકો ને આપણું મોડાસા સોશિયલ મીડિયા ગૃપ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે છેલ્લા નવ વર્ષ થી ભોજન પીરસવામાં આવે છે તેમ આ વર્ષે પણ ઉંધીયું પુરી અને દુધ નું ભોજન પીરસવામાં આવ્યું, ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર તત્વ ઇન્ટીટ્યુટ ના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર જિલ્લા કૉંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ કલ્પનાબેન ભાવસાર લાયન્સ મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ, રજનીબેન પરમાર તથા આપણું મોડાસા સોશિયલ મીડિયા ના એડમિન ભગીરથભાઈ કુમાવત અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Author : Gujaratenews
11-Apr-2025