મુંબઇ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતી વણિક પરિવારની દીકરીઓએ માદરે વતન શીણાવાડ આવી જૂનાં સંસ્મરણો તાજા કર્યા
12-Dec-2021
અરવલ્લી : મોડાસા તાલુકામાં શીણાવાડ ગામે જન્મ ભૂમિ ધરાવતા અને વ્યવસાય અને અન્ય કારણોસર બહાર ગામ જઈ વસતાં પોતાના કામમાં અને સામાજિક રીતે વ્યસ્ત રહેતી કેટલીક વણિક પરિવારની બહેનો માદરે વતન શીણાવાડ ગામે આવી હતી અને ગામ સાથેના બાળપણના અનેક સંસ્મરણો વાગોળ્યા હતા.
ગામના અગ્રણી જેઠાભાઇના જણાવ્યાનુસાર આ દીકરીઓ આમ તો વોટ્સએપ ગ્રુપ દ્વારા ગામ સાથે બહેનપણીઓ અને પરિચિતો,સ્નેહીઓ સાથે જોડાયેલી હતી પણ ઘણા વર્ષો પછી બધી બહેનો ગામે આવી ત્યારે બાળપણનું બાલ્ય જીવન,ભૂલકાં સાથે ભૂલકાં રમતા એ દિવસો, એ વટવૃક્ષ.. એ ગામનું મહાદેવનું મંદિર..પોતાના ગામનું પાદર જ્યાં અનેક અનેક સંસ્મરણો અમે ગામની હંમેશા યાદ સતાવે એવુ બાળપણ અને શાળા ભણતર સમયના સંભારણા યાદ કર્યા હતા. ગામનો એ ઘેઘુર વડલો એમના બાળપણની ખેલકુંદની એક સાક્ષી હતો જ્યાં આ બહેનોએ સાગમટે વનભોજન કરી આનંદ મોજમાં દિવસ પસાર કર્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024