દિલ્હીમાં AK-47 અને હેન્ડ ગ્રેનેડ સાથે ઝડપાયો પાકિસ્તાની આતંકવાદી : નેપાળના રસ્તે ભારત આવ્યો, ISI દ્વારા હથિયાર ચલાવવાની ટ્રેનિંગ મળી
12-Oct-2021
ન્યુ દિલ્હી :સુરક્ષા એજન્સીઓના આતંકી હુમલાના એલર્ટ વચ્ચે દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મંગળવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી આતંકીનું નામ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહંમદ અશરફ ઉર્ફે અલી અહમદ નૂરીના નામથી લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીને હચમચાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. દિલ્હી પોલીસ આ આતંકવાદી વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ, આર્મ્સ એક્ટ અને અન્ય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે.
દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી મોહમ્મદ અશરફ પાસેથી એ.કે -47 રાઇફલ અને અન્ય હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. તે અલી અહમદ નૂરીના નામથી ભારતીય નાગરિક તરીકે લક્ષ્મી નગરમાં રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના આ આતંકીએ નકલી દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખ કાર્ડ મેળવ્યા હતા. દિલ્હી પોલીસનો દાવો છે કે તેમાંથી હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મી નગર સ્થિત રમેશ પાર્કમાંથી આતંકી મહંમદ અશરફની ધરપકડ કરવામાં આવી છે. અશરફ પાસેથી એકે -47 રાઇફલ ઉપરાંત એક વધારાનું મેગેઝિન અને 60 રાઉન્ડ, એક હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડ ગોળીઓ અને આધુનિક પિસ્તોલ પણ મળી આવી છે.
જણાવી દઈએ કે તહેવારોની સીઝન દરમિયાન રાજધાની દિલ્હી અને એનસીઆરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પછી દિલ્હી પોલીસ એલર્ટ પર છે. ખાસ કરીને ગીચ વિસ્તારો, મોલ અને સિનેમા હોલમાં સુરક્ષા તપાસ કડક કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરની સરહદ પર પણ તપાસ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
આતંકી દિલ્હીમાં એક મોટો આતંકવાદી હુમલો કરવા આવ્યો હતો. તેને ISIએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. તે નેપાળના રસ્તે ભારતમાં આવ્યો હતો.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025