અમદાવાદ: ૨૦૦૯થી આવેલા નવા નિયમ પ્રમાણે દેશમાં કોઇપણ વકીલે ઓલ ઇન્ડિયા બાર એકઝામિશનેશનની પરીક્ષા પાસ કર્યા વગર વકીલાતની પ્રેક્ટિસ કરી શકતા નથી. ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા ૯૧૬૮ વકીલોએ હજુ સુધી પરીક્ષા પાસ ન કરી હોવાનું ધ્યાને આવતા કાઉન્સિલ દ્વારા તેમને તાત્કાલિક વકીલોની પ્રેક્ટિસ બંધ કરવા અને પરીક્ષા પાસ કરવા સૂચના આપવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૦૯માં લાગુ કરવામાં આવેલા નિયમ પ્રમાણે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે-તે વકીલને બાર કાઉન્સિલમાંથી પ્રોવિઝનલ સર્ટિફિકેટ તરીકે કામચલાઉ સનદ અને પરવાનગી મળે છે. જે મળ્યાના બે વર્ષમાં તેણે એ.આઇ.બી.ઇ. (ઓલ ઇન્ડિયા બાર એક્ઝઆમિનેશન)ની પરીક્ષા પાસ કરવી પડે છે.
૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ૩૯,૪૪૫ વકીલો નોંધ્યા હતા. જેમાંથી ૯૧૮૬ વકીલો પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ હજુ સુધી પરીક્ષા પાસ ન કરી શક્યા હોવાનું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાને આવ્યું હતું. જેથી તેમની વિગતો સંબંધિત બાર એસોસિએશનને આપવામાં આવી છે તેમજ આ વકીલોને એ.આઇ.બી.ઇ.ની પરીક્ષા પાસ કર્યા બાદ જ પ્રેક્ટિસ કરવા સૂચના આપવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024