વિધાનસભાની ચૂંટણી-2022 પહેલા પાટીદાર પર ભાજપનો મદાર,ગુજરાતનાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત

12-Sep-2021

ભાજપે ગૃહપ્રધાન અમિત શાહનાં લોકસભા વિસ્તાર અને આનંદીબહેનનાં માજી વિધાનસભા વિસ્તારમાંથી ભૂપેન્દ્ર પટેલની CM તરીકેની પસંદગી કરી એક તીર અનેક નિશાન પાડ્યા

ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડીયાનાં ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભુપેન્દ્ર પટેલ અગાઉ ઓડાના ચેરમેન પણ રહી ચુક્યા છે.

પાટીદાર નેતાને ફરી ભાજપે કમાન સોંપી છે. મિશન 2022 માટે ફરી એકવાર પાટીદાર પર મદાર રાખવામાં આવ્યો છે. કડવા પાટીદાર સમાજનાં છે ભૂપેન્દ્ર પટેલ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી છે ધારાસભ્ય. AMCના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ આનંદીબહેન પટેલ જૂથના છે ભૂપેન્દ્ર પટેલ. 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ઘાટલોડિયામાં સૌથી વધુ લીડ સાથે તેમણે જીત મેળવી હતી.

Author : Gujaratenews