સુરતના 1000 CA સમાજની નવી તાકાત બનશે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે CA સાથે સ્નેહગોષ્ઠીનું આયોજન
12-Sep-2021
SURAT: સુરતને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે શિક્ષણક્ષેત્રે પણ મજબુત બની રહયો છે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૧૦૦૦ ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રેક્ટીસ કરી રહ્યા છે. જે આવનારા સમયમાં સુદ્દઢ સમાજ નિર્માણમાં મહત્વનો ભાગ બનશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે CA સાથે સ્નેહગોષ્ઠી નું આયોજન કર્યુ હતુ. સુરત ખાતે ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટ અંગે માહિતી આપવા માટે કાર્યક્રમનું આયોજન થયું હતું. ૧૯૮૦માં સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૮થી ૧૦ CA પ્રેક્ટીસ કરતા હતા આજે ૧૦૦૦ સંખ્યા પહોંચી છે. જે સમાજની એક તાકાત બનવાની છે. ત્યારે સુરત ખાતે નિર્માણ પામનાર ભાઈઓ માટે વિદ્યાર્થીભવન અને અતિથી ગૃહ ઉપરાંત બહેનો માટે મહિલાભવન બનાવવા માટેનું આયોજન છે.
સીનીયર સી.એ અને વરાછાબેંક ના એમ.ડી જી.આર. આસોદરિયા, સી.એ હરેશભાઈ કાપડિયા ચેમ્બર્સના માજી પ્રમુખ દિનેશભાઈ નાવડિયા તથા સૌરાષ્ટ્ર પટેલ ભવનના પ્રમુખ મધુભાઈ સભાયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના સીનીયર મોસ્ટ CA જીવરાજભાઈ કાકડિયાનું અભિવાદન કરવામાં આવ્યુ છે.
એક સમયે ભાઈઓને પણ CA બનવુ મુશ્કેલ લાગતું હતું. ત્યારે આજે માત્ર સુરતમાં ૧૫૦ CA બહેનો પ્રેક્ટીસ કરી રહી છે. જેમાં ૨૩ બહેનો એકલી સ્વતંત્ર રીતે પ્રેક્ટીસ કરે છે. તે બહેનોને નારી શક્તિ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યુ હતું. જેમાં કોઈ એકજ સમાજના ૧૦૦૦ CA એકજ શહેરમાં પ્રેક્ટીસ કરતા હોય તેવું દુનિયામાં ક્યાય નથી ખરેખર સૌરાષ્ટ્ર પટેલ સમાજના ૧૦૦૦ યુવા CA મિત્રો સુરતનું ગૌરવ અને તાકાત બનશે. સમાજ અને રાષ્ટ્ર આવા શિક્ષિત યુવાનો પાસેથી મોટી અપેક્ષા રાખી છે. સુરતમાં CA માટે કોચિંગની સારી સુવિધા છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજની હોસ્ટેલ વ્યવસ્થાને કારણે હજુ વધુ CA બનવા માટે મોટી તક ઉભી થશે.
CA જી. આર.આસોદરિયાએ જણાવ્યુ કે CA તે માત્ર સમાજ નહિ પણ રાષ્ટ્રની ખરી તાકાત છે. નિષ્ઠા, પ્રમાણિકતા અને રાષ્ટ્ર હિતને ધ્યાનમા રાખી પ્રેક્ટીસ થાય તે ખુબ જરૂરી છે. તેમણે સમાજ અને રાષ્ટ્રને સુદ્રઢ બનાવવા CA હરેશભાઈ કાપડિયાએ પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજની ૪૦ વર્ષની સેવા પ્રવૃતિઓનો પરિચય આપ્યો હતો.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે આગામી વિજયા દશમીએ ખાતમુર્હુત સમારોહ યોજનાર છે. ત્યારે પધારવા આગોતરુ નિમંત્રણ આપવા અને સમાજના આ પ્રકલ્પમાં સહયોગી બનવા ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયાએ આહવાન કર્યું હતું. લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરિયા અને વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરાએ સમાજની તાકાતને બિરદાવી હતી. સંસ્થાના મંત્રી અરવિંદભાઈ ધડુકે આભારવિધી કરી હતી. સુરતમાં પ્રેક્ટીસ કરતા ૭૦૦થી વધુ CA મિત્રોનો સંપર્ક કરી સંકલ્પ માટે સી.એ. શૈલેષ લાખણકિયા, જીગ્નેશ મેધાણી તથા પ્રતિક રાદડિયા તેમજ રોટરેક્ટ કલબના પ્રેસિડેન્ટ જયદીપ ગજેરા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. મનીષભાઈ વઘાસીયાએ CA સાથેની સ્નેહગોષ્ઠીનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે યુવા બિલ્ડર પરિમલભાઈ સાવલિયા તથા રામકૃષ્ણ ડાયમંડના ગોવિંદભાઈ કયાડા દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા તે બદલ તેઓનુ અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024